બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

          

 બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખાના ૧૧૬ વર્ષ પૂર્ણ થતાં નાંધઈ પ્રાથમિક શાળાના ૧૮૧ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્ક ઓફ બરોડાનાં મેનેજર અને કર્મચારી દ્વારા doms ની શૈક્ષણિક કીટ જેમાં સ્કેચ પેન, કલર બોક્ષ, મીણીયા કલર,  પેન્સિલ, રબર, સંચો અને માપપટ્ટી જેવી બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેન્કના કર્મચારી દ્વારા શાળાના પટાંગણમાં ચાર નાળિયેરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા બેન્ક ઓફ બરોડાના ઉમદા કાર્ય  માટે તેમનાં ગૃપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની શાખાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





Post a Comment

0 Comments