ખેરગામ, તા. 13-03-2023
ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ
ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાએ નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩મા ધો. ૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિતેશકુમાર જિજ્ઞેશભાઈ પટેલ ૨૦૦મી.દોડમા છઠ્ઠો ક્રમ મેળવી ૧૬૦૦/-રૂપિયાનુ ઈનામ /ધો.૬ના વિદ્યાર્થી રોહન સતિષભાઈ પટેલે ૪૦૦મી દોડમાં ચોથો ક્રમ મેળવી ૨૫૦૦/-રૂપિયાનું ઈનામ મેળવ્યું હતું. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ધો.૮ના વિદ્યાર્થી તરુણ રાજુભાઈ બોરછા ઊંચી કૂદમાં પ્રથમ, ધો.૪મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિનાક્ષી માછી ૪૦૦મી.દોડમા પ્રથમ, ચૈતશ સ.પટેલ લાંબી કૂદમા તૃતીય,ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગંગેશ્વરી માહલા લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું. વિજેતા હવે પછી નેશનલ ચેમ્પિયનશિપ રમવા જશે.
0 Comments